Tuesday, February 2, 2010

લાલચ

બહુજ મુશ્કેલથી છોડ્યો છે એ માર્ગ,
નથી ફરીને ભટકવું અંધારી ગલીઓમાં.

મૃગ-જળ સમાન આકર્ષિત કરે,
શામાટે મારી લગડ ન મુકે?
ફરી ને ભટકવા પ્રરિત કરે,
શામાટે મને તે ન તરછોડે?

આશા જ્યાં હતી જીતવાની....
લાલચ તો છે બેવફા....
કોઈની ક્યાં હતી થવાની?

આ લાલચ નું શું કરવું?
લાલચ યુગ-યુગ થી છે જૂની,
લાલચ એકાંત થી યે ઊંડી,
લાલચ દુશ્મન થી યે ભૂંડી,
લાલચ મન ને ઘડી સતાવે.
લાલચ મન ને મર્કટ બનાવે,
આ લાલચ નું શું કરવું?

હવે નથી જીવવું નકલી ચમક સાથે જીવન,
બહુ જહેમત પછી ન-નકલી માર્ગ જડ્યો છે.

છતાં મન શામાટે ભટકે?
લાલચ કેમ તૃષ્ણા કરી ત્રાટકે?

ફક્ત એક માર્ગ પર ચાલી શકાય.
ફક્ત..ફક્ત એક માર્ગ પર ચાલી શકાય.

આસાન માર્ગ પર સૌ નો સાથ,
કઠીન પર ભડવીર એકલો.
આસાન માર્ગ પર ચાલે ટોળું,
કઠીન માર્ગ પર સાવજ એકલો.

મન કેમ ભૂલે, મન કેમ ભૂલે?
છેવટ ની યાત્રા માં નથી પસંદગી.
ત્યાં નથી ટોળું કે ગરદી,
ત્યાં નથી ઇત્છા કે મરજી.

ભલે રહ્યો કાટા ને કંકર ભર્યો.
પણ છે તો વિશ્વાસ ભર્યો,
સત પ્રતીસત પરિણામ ભર્યો.

કાટા-કંકર થી ડરે તે સાવઝ શાનો?
ના, ના, નથી વિચલિત થવું હવે.

બહુજ મુશ્કેલ થી છોડ્યો છે એ માર્ગ,
નથી ફરીને ભટકવું અંધારી ગલીઓમાં.